દીર્ધાયુષ્ય લાંબુ જીવો! શા માટે દરેક વ્યક્તિ ઘડિયાળ પાછળ ફેરવવાનો પ્રયાસ કરે છે. 🥰 Blog by Harish Joshi .............. ફીકર સારે ભરૂચ કી..................

સુપર એજર્સ એટલે કે ખૂબ લાંબુ જીવવા માટેની મથામણ કરનારા મહાનુભવો કે જેમને યુવાન રહેવું છે, તાજા રહેવું છે,  એવા કેટલાક લોકોએ તેમના સુપર એજિંગ નાં રહસ્યો ખૂલ્યા છે. રવિવાર ના ટાઇમ્સ ઓફ ઇન્ડિયા મા વિસ્તૃત લેખ છપાયો છે. જેનાં અંશો અહીં પ્રસ્તુત કર્યા છે. 
વિશ્વ ની મહાકાય કંપનીઓ અને એના માલિકો જેવા કે એમેઝોન ના Jeff  Beroz, આલ્ફાબેટ ના Larry Page અને Serge Brin, ઓરેકલના Larry  Ellison અને ઓપન એઆઈના Sam  Altman આ બધા જ લાંબા સમય સુધી યુવાન કેમ  રહી શકાય તે માટે ભારે ફંડિંગ કરી રહ્યા છે. જો સફળતા મળશે તો જૈવિક ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ મોટો આવિષ્કાર બની રહેશે, તેવું તેમને લાગે છે અને એ થકી વિશ્વના અનેક લોકો આ ટેકનોલોજી તરફ વળી શકે અને એ થતી કમાણી અઢળક થઈ શકે. Amazon ના પ્રણેતાJeff  Beroz તેમણે Altos  Lab સ્ટાર્ટ અપ માં ખૂબ મોટુ મૂડી રોકાણ કર્યું છે. આ લેબ શરીરના કોષોને સતત સક્રિય રાખવા, વિવિધ રોગોની સામે પ્રતિકારક  શક્તિ વધારવા માટેના પ્રયોગો કરશે , આ પ્રયોગોનું પ્રોગ્રામિંગ કરશે અને આ માટે વિશ્વભરના જાણીતા બાયોલોજીકલ વૈજ્ઞાનિકોને જોડવામાં આવ્યા છે. 

Google ની પેરેન્ટ કંપની Alphabet ના સહપ્રણતા Larry Page અને Serge Brin એ 2 Billion  યુએસ ડોલર  લોન્જેટીવીટી લેબ જે કેલિફોનિયા લાઇફ કંપની તરીકે જાણી છે તેમાં મૂડી રોકાણ કર્યું છે. એનું મુખ્ય મિશન એ છે કે વૃદ્ધત્વ તરફ આગળ વધતી શારીરિક પ્રક્રિયા ઉપર સંશોધન કરવું અને માનવ જાતને ઉપયોગી થાય એવું પરિણામ શોધવું. Open AI ના Sam  Altman એ 180 million યુએસ ડોલર એ રેટ્રો બાયો સાયન્સ નામના સ્ટાર્ટ  અપ માં રોક્યા છે , એમનું લક્ષ્ય એવું છે કે જીવનનો સ્પાન10 વર્ષ વધારવો આ માટેના ત્રણ ચાર પ્રોગ્રામોમાં કામ ચાલી રહ્યું છે. 
આવી જ રીતે Oracle ના Larry Ellison એ પણ મિલિયન્સ ઓફ ડોલર્સ એ ડોનેટ કર્યા છે અને એજિંગની પ્રક્રિયા ઉપરના સંશોધન માટે શરીરની અંદર થતા જુદા જુદા રોગ માટે અને મૃત્યુના કારણોના સંશોધન માટે તેવું કાર્ય કરી રહ્યા છે.
તો આ તરફ આપણા ભારતીયો લાઇફ સ્ટાઇલમાં નિયમિતતા લાવી ને જીવન નાં પાછલા વર્ષો ને યુવાની જેવા તાજા તરબતર બનાવી રહ્યા છે. આ રહ્યા આ જાણીતી હસ્તીઓ.....

જાણીતા ફિલ્મ શ્યામ બેનગલ એ 90 વર્ષની ઉંમરે પહોંચ્યા છે, તેઓ કહે છે કે હું એક સામાન્ય જીવન જીવું છું અને ખુશ રહું છું મારી જીવન જીવવાની શૈલી એકદમ સરળ છે , છ થી આઠ કલાક સૂવું , સ્મોકિંગ અને લીકર ઉપર કંટ્રોલ રાખવો,  ખાવામાં ખાસ કાળજી રાખવી આ બધી  બાબતોની ખૂબ મોટી અસર તમારી જીવન ઉપર પડતી હોય છે. હું આમ ધારવા કરતા ઘણું વધારે જીવી રહ્યો છું અને મારા મધર એ 96 વર્ષે સુધી જીવ્યા હતા જ્યારે હું ઓલરેડી 90 પર પહોંચ્યો છું. મને એવું લાગે છે કે તમે સક્રિય રહો તો તમે સારું જીવી શકો છો. 

જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર ચંદુ બોરડે પણ આ મહિને 90 વર્ષની ઉંમર ક્રોસ કરશે,  તેઓ જણાવે છે કે મારો રમવાનો જે શોખ છે એ મે ૯૦ વર્ષે પણ ચાલુ રાખ્યો છે કે હું માત્ર ક્રિકેટ નહીં પણ બીજા બધી નાની-મોટી ગેમ્સ ઇન્ગેડોર ગેમ્સ અને જે મને ફીટ અને સતત સક્રિય રાખે છે. મને સતત તે વાતનો આનંદ રહે છે કે હું ફીટ છું. રોજ 45 મિનિટ સુધી સાઇકલિંગ કરવું, ક્રિકેટની પ્રેક્ટિસ કરવી ગ્રાઉન્ડની અંદર આંટો મારવો. આ બધી હેબિટ્સ એ મને સક્રિય રાખે છે અને એટલા માટે સક્રિય રહો તો યુવાન ની જેમ તાજગી ભર્યા પણ રહેશો. 
જુના જમાનાના એક ફિલ્મ  કલાકાર આર્ટિસ્ટ અને હવે એગ્રીકલ્ચર ખેતીના  વિજ્ઞાનિક તરીકે જાણીતા હીરો હિંગોરાની લગભગ ૧૦૦ વર્ષ પુરા કરશે .તેઓ સતત જીવનમાં હસતા રહ્યા, એક કોમેડી કલાકાર તરીકે, એક સારા ડાન્સર તરીકે , સતત સક્રિય ભરપુર એનર્જી નુ રહસ્ય ખોલતા જણાવે છે કે હું 1920 થી ઘણા બધા સોંગ જુના જમાના ના આલ્બમ સોંગ્સ અને મ્યુઝિક સાંભળવાનું ચાલુ રાખ્યું છે, પેઇન્ટિંગ પણ મારી રૂચિ રહી છે જેને કારણે મારો ઘણો બધો સમય હકારાત્મક પ્રવૃત્તિઓ માં જાય છે , ખૂબ મઝા આવે છે  ઈશ્વરની કૃપા છે કે હું આટલી ઉંમરે પણ કરી શકું છું. મને બ્રાઇટ એટલે ડાર્ક કલરના કપડાં પહેરવાનો ભારે શોખ છે,  એટલે દિવસમાં ઘણો બધો સમય મારા કપડાઓને માવજત કરવામાં જાય  છે. ઉપરાંત ફ્રેન્ડસ અને ફેમિલી ખૂબ આનંદ આપે છે. ફ્રેન્ડસ તો ઘણા બધા ઓછા થઈ ગયા છે કારણ કે ઘણા બધા ફ્રેન્ડ્સ હવે રહ્યા નથી ઘણા બધા ૭૦-૮૦ ની આજુબાજુ ઈશ્વરને પ્યારા થઈ ગયા છે પરંતુ મારું ફેમીલી બાળ ગોપાળોની સાથે ખૂબ આનંદ કરીએ છે અને સમય વિતાવીએ છીએ રોજ સવારે વોકિંગ કરવું સૂર્યની સામે 10 - 15 મિનિટ બેસવું અને વિડીયો કોલ સગા વાલાઓ સાથે કરતા રહેવુ , ફૂડ હેબિટ સારી ,સમય પ્રમાણે નિયમ બદ્ધ રીતે જીવન  શૈલી ને આકાર આપ્યો છે એટલે આટલે સુધી પહોંચ્યો છું. 



ફિકર સારે ભરૂચ કી.........આઝાદીના 70 વર્ષ પછી નું ભારત : આપણી સિધ્ધિઓ કઇ કમ નથી

ફીકર સારે ભરૂચ કી........ જય ભારત : આઝાદીના 70 વર્ષ પછી નું ભારત : આપણી સિધ્ધિઓ કઇ કમ નથી, એને અવગણી ના શકાય.. (હરીશ જોષી) આપણી નકારાત્મકતા જ દેશના વિકાસ માટે પડકાર રૂપ છે. કારણકે  આઝાદીના 70 વર્ષ પૂરા થયાં છે ત્‍યારે આપણે ભારત આઝાદ થયું તેં પછીની અનેક સિધ્ધીઓની વાતો કરતા કમનસી કેટલાંક લોકો નકારાત્મક નિરાશાજનક વાતો આપણા દેશની કરે છે.  આવા લોકો ને જે સમજદાર નાગરિક ચે તેણે જડબાતોડ જવાબ આપવાની જરૂર છે. એક જાગૃત નાગરિક તરીકે કેટલીક ગૌરવ સમી બાબતો નું ધ્યાન દોરતા મને ભારતીય તરીકે ગૌરવ  થાય છે. આમાં લખેલી માહિતીઓ નો સ્રોત સરકારી માધ્યમો, કેન્દ્ર અને રાજ્યનાં વિવિધ રાજકીય પાર્ટી નાં નેતા ઓ અને ખાસ કરી ને સ્વર્ગસ્થ એ.પી. જી અબ્દુલ કલામનાં પ્રવચનો માંથી સંકલિત કર્યા છે. આશા છે આપ યોગ્ય પ્રતિભાવ આપશો અને શેર કરશો આપના પગે પર. વિશ્વમાં અન્‍ય દેશોએ પ્રાપ્‍ત કરેલી સિધ્‍ધીઓથી અનેક બાબતોમાં આપણે અગ્રેસર છે. આપણી બેનમૂન અનેકતામાં એકતાની સંસ્કૃતિની સાથે હિમાલય જેવા અભૂતપૂર્વ વારસા અનેક કુદરતી સમૃધ્ધી નાં સર્જનો તો પ્રાપ્‍ત થયા છે.  આઝાદી પહેલાં ભારતની ઐતિહાસિક વિરાસત ની કેટલીયે અમૂલ્‍ય વસ્‍તુઓ અંગ્રેજો અને મુગલો એ યા તૌ નાશ કરી ય તો ઉઠાવી ગયા.  છતાં પણ વિવિધ ધર્મો, જ્ઞાતિઓ, ભાષાઓ અને કુદરતી વિસંગતતાઓ હોવા છતાં ભારત વિશ્વની મોટી લોકશાહી બની રહ્યો છે. દુનિયાના કોઈપણ દેશ કરતાં ભારતમાં સૌથી વધુ ભાષાઓ બોલાય છે. દેશમાં દસ લાખ કરતાં વધારે જનસંખ્‍યા જે ભાષા બોલતી હોય તેવી ભાષાઓ આપણા દેશમાં ર૯ કરતાં વધારે છે. આટલી બધી ભાષાઓ છતાં દેશમાં રાષ્‍ટ્રીય ભાવનાને 70 વર્ષના ગાળા દરમ્‍યાન ક્યારેય આંચ આવી નથી. કેનેડામાં ૧૯૬૦માં માત્ર બે ભાષા અંગેજી અને ફ્રેન્‍ચ બોલનારી વસ્‍તીની વચ્‍ચે ભાષાના મુદ્દે એવા ઝઘડા થયાં હતાં કે એ ટેન્‍શનમાંથી કેનેડાના લગભગ બે ભાગલાં પડી ગયાં, જ્યારે આપણે ગૌરવભેર કહી શકીએ તેમ છીએ કે, વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્‍કૃતિની આગવી પહેચાન છે. આપણા દેશમાં આજની તારીખે કુલ મળીને ૧૬પ૦ જેટલી જુદી જુદી બોલીઓ બોલાય છે. ગુજરાતીમાં તો એવું કહેવાય છે કે,આપણે ત્‍યાં બાર ગામે બોલી બદલાય. આપણું રાષ્‍ટ્ર એક માત્ર એવું રાષ્‍ટ્ર છે કે, આઝાદી મળતાની સાથે જ પહેલાં દિવસથી પુખ્ય વયની દરેક વ્‍યક્તિને મતાધિકાર આપ્‍યો છે. વિશ્વના બે નંબરની વિરાટ લોકશાહી રાષ્‍ટ્ર મનાતા અમેરિકાએ તેની આઝાદીના ૧પ૦ વર્ષ પછી આપણા ભારત જેવો મતાધિકાર આપ્‍યો હતો. આઝાદી સાથે તમામ પુ્ખ્ત વ્‍યક્તિને મતાધિકાર એ ભારતીય લોકશાહીની અજોડ સિધ્ધી છે. ભારતીય બંધારણનો મુસદ્દો એક દલિત વિદ્વાન ડો.બાબા સાહેબ આંબેડકરની અ્ધ્યક્ષતાવાળી સમિતિએ ઘડયો હતો. સ્‍વતંત્રતા મળ્યા બાદ ભારતે એકપણ ટીપું લોહી વહેવડાવ્યા વગર દેશમાં આવેલાં પ૬૦ નાના મોટા સ્‍વતંત્ર રજવાડાઓને વિલીનીકરણ દ્વારા એક રાષ્‍ટ્રમાં જોડ્યા હતાં. દુનિયાનું આપણું એક એવું રાષ્‍ટ્ર છે કે, જ્યાં બંદૂકની એકપણ ગોળી છોડ્યા વગર કે લોહીનું એક ટીંપુ પાડ્યા વગર પ૬૦ નાના મોટા રજવાડાઓ એક રાષ્‍ટ્રમાં ભળી શક્યાં. ભારતમાં લોકો દ્વારા જ દુનિયાની સૌથી મોટી લોકસભામાં કોઈપણ જાતના લોહીયાળ સંઘર્ષ વગર કે લોહીનું ટીપું પણ રેડાયા વગર લોકોના મતાધિકારના પ્રયોગ દ્વારા 16 વખત મોટા સત્તાના પરિવર્તનો થયા છે. વિવિધ જાતી અને કોમોનો વૈવિધ્યમાં પણ આપણો દેશ નંબર-૧ છે. આખા જગતમાં ચૂંટાયેલી વ્‍યક્તિઓનો આંકડો સૌથી વધારે આપણાં રાષ્‍ટ્રમાં છે. પંચાયતી રાજ્યનાં લોકશાહી સ્‍થાપનના કારણે જુદા જુદા સ્‍તરે લોકશાહી રીતે ચૂંટાયેલા લોકોની સંખ્‍યા આપણાં દેશમાં ૧૦ લાખ કરતાં પણ વધારે છે. આપણા રાષ્‍ટ્રની અનેક અભૂતપૂર્વ સીધ્ધીઓની યાદી કેટલાંક લેખકો અને ઈતિહાસની નોંધ લખનારાઓએ તૈયાર કરી છે. ૧. કેવળ ભારતમાં જ સ્ત્રી ‘સ્પીકર’ તરીકે, રાષ્ટ્રપ્રમુખ તરીકે અને અનેક રાજ્યોમાં મુખ્ય પ્રધાન તરીકે તેમજ વિરોધ પક્ષની નેતા તરીકે રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવે છે. ર. ‘આણ્વિક બિન-પ્રસારણ કરાર’ (ન્યુક્લિયર નોન-પ્રોલિફરેશન ટ્રીટી) પર સહી કરવાનો સૈઘ્ધાંતિક રીતે ઈનકાર કરનારા વિશ્વનાં માત્ર ત્રણ રાષ્ટ્રોમાં ભારતનો સમાવેશ થયો છે. ૩.  સમગ્ર વિશ્વના બહિષ્કાર છતાં ભારતે જાતે કુશળતાપૂર્વક ન્યુક્લિયર ટેકનોલોજી વિકસાવી છે. ૪.  ભારત સૌથી સસ્તા ખર્ચે આણ્વિક ઊર્જા પેદા કરે છે. કિલોવોટદીઠ ૧૭૦૦ ડોલરનો ખર્ચ થાય છે. પ.  ભારત એકમાત્ર એવું રાષ્ટ્ર છે, જે થોરિયમ-આધારિત અણુ-ઊર્જા વિકસાવે છે. ૬.  દેશની અંદર સંદેશવ્યવહાર માટે સેટેલાઈટની સુવિધા ઊભી કરનારા દેશોમાં ભારત પહેલવહેલું રાષ્ટ્ર છે. ૭.  અવકાશમાં કમર્શિયલ સેટેલાઈટો સૌથી સસ્તી કિંમતે મૂકવામાં ભારત મોખરે છે. ૮.   આણ્વિક સબમરીન શરૂ કરનારા દુનિયાભરના માત્ર પાંચ દેશોમાં ભારતનું નામ છે. ૯.   ચંદ્ર પર માનવરહિત યાન મોકલનારાં પાંચ રાષ્ટ્રોમાં ભારતે સ્થાન મેળવ્યું છે. ૧૦.    સૌથી સસ્તા દરે સ્ટીલનું ઉત્પાદન ભારત કહે છે. ૧૧.    સૌથી સસ્તા ખર્ચે એલ્યુમિનિયમના ઉત્પાદનમાં ભારત મોખરે છે. ૧ર.    સસ્તામાં સસ્તા દરે સિમેન્ટ ભારતમાં બને છે. ૧૩.    સૌથી કિફાયત કિંમતે ફર્ટિલાઈઝરો પણ ભારતમાં જ પેદા કરાય છે. ૧૪.    ‘કોપર સ્મેલ્ટર’નું એકમાત્ર સૌથી મોટું મથક ભારત છે. ૧પ.    વાયરલેસ ટેલિફોનની સૌથી સસ્તી ડિલિવરી ભારતમાં થાય છે. ૧૬.    ટેલિ-કોમ્યુનિકેશનનું બજાર ભારતમાં સૌથી વઘુ ઝડપે થઈ રહ્યું છે. ૧૭.    મોબાઈલમાં સૌથી વઘુ ‘મિસ કોલ’નો ઉપયોગ ભારતીયો કરે છે. ૧૮.    દુનિયાનું સૌથી સસ્તું ‘સુપરકમ્પ્યુટર’ ભારત પાસે છે. ૧૯.    સૌથી સસ્તી (નેનો)કાર પહેલીવાર ભારતે બનાવી છે. ર૦.    ટુ-વ્હીલર્સ વાહનો વિશ્વભરમાં સૌથી વઘુ ભારતમાં બને છે. ર૧.    સૌથી ઓછા ખર્ચે ઉત્કૃષ્ટ કક્ષાની આંખની શાસ્ત્રક્રિયા કેવળ ભારતમાં ઉપલબ્ધ છે. રર.     દરરોજ ‘મોતિયાનાં ઓપરેશનો’ની સંખ્યા ભારતમાં સૌથી વઘુ છે, જેનો ખર્ચ ઇંગ્લેન્ડ કરતાં માત્ર એક ટકા જેટલો છે. ર૩.    એક જ સ્થળે આવેલી ‘ઓઈલ રિફાઈનરી’ની ક્ષમતામાં ભારત મોખરે છે. આ ક્ષમતા લગભગ ૭ કરોડ ટનની છે. ર૪.    દૂધનું સૌથી વઘુ ઉત્પાદન ભારતમાં થાય છે. આ આંકડો દસ કરોડ ટનનો છે. રપ.    વિશ્વની સૌથી વિરાટ દૂધ-ઉત્પાદક સહકારી મંડળી ભારતમાં છે, જેમાં ૨૬ લાખ સભ્યો છે. ર૬.    માખણ (બટર)ના ઉત્પાદનમાં પણ ભારત પ્રથમ નંબરે છે. ર૭.    કઠોળના સૌથી વઘુ ઉત્પાદન અને વપરાશકાર દેશોમાં ભારતે સ્થાન મેળવ્યું છે. ર૮.    સાકરના ઉત્પાદનમાં ભારત આખી દુનિયામાં બીજા નંબરે છે. ર૯.    રૂના ઉત્પાદનમાં ભારત ત્રીજા ક્રમે આવે છે. ૩૦.    સોનાની આયાત કરનારા દેશોમાં ભારત ટોચ પર છે. દર વરસે ૭૦૦ ટન સોનું આપણે ઈમ્પોર્ટ કરીએ છીએ. ૩૧.    સૌથી વઘુ સોનું ભારતમાં વપરાય છે. ૩ર.    દુનિયાભરમાં પોલિશ કરાતા અને ત્યાર પછીના ‘પ્રોસેસ’માંથી પસાર કરાતા તમામ હીરામાંના ૯૦ ટકા ડાયમન્ડ ભારતમાં તૈયાર થાય છે. ૩૩.    શેરબજારમાં લેવડદેવડના સૌથી વઘુ સોદા કરવામાં ભારતનું ‘સ્ટોક એક્સચેન્જ’ દુનિયામાં ત્રીજા નંબરે છે. ૩૪.    સૌથી વઘુ પોસ્ટ-ઓફિસો આપણા દેશમાં છે. આ સંખ્યા દોઢ લાખ જેટલી છે. ૩પ.    આપણા દેશમાં બેન્કના ખાતેદારોની સંખ્યા પણ સૌથી વધુ છે. ૩૬.    ખેતીવાડીના જમીનધારકો (એગ્રિકલ્ચરલ પ્લોટ-હોલ્ડર્સ)ની સંખ્યા પણ ભારતમાં સૌથી વઘુ છે. ૩૭.    બિન-રહેવાસી (એન.આર.આઈ.) ભારતીયો દ્વારા ભારતમાં મોકલાતી રકમ સૌથી વઘુ છે. આ આંકડો પર (બાવન) અબજ ડોલર જેટલો છે. ૩૮.    દેશની અંદર (ઈન્ટ્રા-કન્ટ્રી) પરસ્પર ચુકવાતાં નાણાંનું પ્રમાણ પણ ભારતમાં સૌથી વઘુ છે. ૩૯.    ભારતમાં વિશ્વનું સૌથી વિરાટ રેલવે નેટવર્ક છે. ૪૦.    ભારતીય રેલવેતંત્રમાં વિશ્વની કોઈપણ કંપની કરતાં સૌથી વઘુ એટલે કે દોઢ કરોડ કર્મચારીઓ છે. ૪૧.    રોજિંદા રેલવે મુસાફરોની સંખ્યા ભારતમાં સૌથી વઘુ છે. ૪ર.    દુનિયાનું બીજા નંબરનું સૌથી વિશાળ એરપોર્ટ દિલ્હીમાં આવેલું છે. ૪૩.    વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બાંધનારા દેશોમાં ભારતે સ્થાન મેળવ્યું છે. આ પુલ લેહ નજીક બંધાયો છે. ૪૪.    વિશ્વનો સૌથી ઊંચો વાહન-રસ્તો ભારતમાં છે. ‘ખારડુંગ લા’ નામે ઓળખાતો આ રસ્તો ૫૬૦૦ મીટર ઊંચો છે. ૪પ.    ભારતમાં દર વરસે સૌથી વધારે ફિલ્મોનું નિર્માણ થાય છે. ૪૬.    ભારતની મઘ્યાન્હન-ભોજન (મિડ-ડે મીલ) યોજના દુનિયાની સૌથી મોટી સ્કૂલ-લંચ સ્કીમ છે, જેની હેઠળ દરરોજ ૧૨ કરોડ વિદ્યાર્થીઓને ભોજન અપાય છે. ૪૭.    ભારતની ‘રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના’ વિશ્વની સૌથી મોટી સરકારી યોજના છે. ૪૮.    ક્રિકેટની ટેસ્ટ મેચોમાં સૌથી વઘુ રન કરવામાં ભારત ત્રીજા નંબરે છે. ૪૯.    ભારતીય ક્રિકેટરોએ ટેસ્ટ મેચો અને વન-ડે ક્રિકેટમાં સૌથી વઘુ સેન્ચુરીઓ ફટકારી છે. પ૦.    ભારતે ક્રિકેટમાં બબ્બે વખત ‘વિશ્વ-કપ’ જીત્યો છે. પ૧.    જગતભરમાં સૌથી વિરાટ ધાર્મિક મેળો ભારતમાં ભરાય છે, જે ‘કુંભમેળા’ તરીકે જાણીતો છે. આ મેળામાં ૩ કરોડ શ્રદ્ધાળુઓ એકઠા થાય છે અને તેમાં કોઈ અણબનાવ કે દુર્ઘટના બનતી નથી. પર.    ભારતમાં સ્વતંત્ર માલિકીનાં સૌથી વઘુ વર્તમાનપત્રો પ્રગટ થાય છે. પ૩.    પ્લાસ્ટિકની નાનકડી થેલીઓ કે પાઉચ (સેશે) અને માઈક્રો-ફાઈનાન્સની ક્રાંતિનાં પગરણ સૌપ્રથમ ભારતમાં થયાં હતાં. પ૪.    ‘માહિતી મેળવવાના અધિકાર’ (રાઈટ ટુ ઈન્ફર્મેશન)ને મૂળભૂત હકમાં સામેલ કરનારા ગણ્યાગાંઠ્યા દેશોમાં ભારતનો સમાવેશ થયો છે. 55.  બે વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં વર્લ્ડ કપ મેળવ્યો. 56. વિશ્વ માં સૌથી વધુ ખાનગી માલિકી વાળા સમચરપત્રૉ અને શ્રેષ્ઠ ફ્રીડમ ઓફ પ્રેસ છે. 57. એક સાથે 30 લાખ લોકો કુંભ મેળા માં ભેગા થાય. અને સૌથી ઓછી દુર્ઘટના બને. આ ઉપરાંત ની અનેક સિધ્ધિ ઓ જે આપ નાં ધ્યાનમાં હોઇ તો કોમેન્ટ માં લખો...

ફિકર સારે ભરૂચ કી.....નરેન્દ્ર ભાઈ ને જો નમાવવા હોઇ તો ગુજરાત નાં કિલ્લા પર જ સાચું કે ખોટું આક્રમણ કરવું પડે.

ફિકર સારે ભરૂચ કી..... નરેન્દ્ર ભાઈ ને જો નમાવવા હોઇ તો ગુજરાત નાં કિલ્લા પર જ સાચું કે ખોટું આક્રમણ કરવું પડે.ગુજરાત નાં રાજકારણ માં ભારે ખળભળાટના એંધાણ નું બયૂગલ ફુંકાયું છે.
(હરીશ જોષી) આજથી થોડા વર્ષો પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓ માં ભાજપ ને સૌથી વધુ માર સૌરાષ્ટ્રમા પડ્યો હતો, ગુજરાત ની સત્તા ટકાવી રાખવા કાઠીયાવાડ ને પાંખ માં લેવું જરુરી છે. પટેલો ની નારાજગી ને એમાં વળી ઊના ની દલિત ઉત્પિડનની ઘટના એ ગુજરાત નાં રાજકારણ માં ભારે ખળભળાટના એંધાણ નું બયૂગલ ફૂક્યું છે. નરેન્દ્ર ભાઈ ને જો નમાવવા હોઇ તો ગુજરાત નાં કિલ્લા પર જ સાચું કે ખોટું આક્રમણ કરવું પડે અને એટલે જ રાહુલ બાબા, કેજરીવાલ, શરદ યાદવ થી લઇ ને બધાં જ વિપક્ષઓ એ ઉના ની મુલાકાત લઇ ને રાજકારણી ધર્મ નિભાવ્યો. ગુજરાતમાં કંઇક અંશે ભૂલાયેલું જ્ઞાતિ, જાતિ સમીકરણ પુન: જાગૃત થતાં ગુજરાતની રાજનીતિ આગામી દિવસોમાં નરમ નહીં પણ ગરમાગરમ રહેશે. પટેલો ને પુનઃ હાર્દિક આડે પાટે ચઢાવશે અને દલિતોને કોંગ્રેસ ટાઈટ રાખશે. ઓબીસી અને ક્ષત્રિય આમેય નારાજ છે. આ બધું જોતાં વષો પહેલાં કૉંગ્રેસ નાં પીઢ નેતા ઝીણા ભાઈ દરજી એ કરેલો સફળ પ્રયોગ યાદ આવી ગયો. નવી યુવા પેઢી ને એનો ખ્યાલ પણ નહીં હોય. " ખામ "એટ્લે ક્ષત્રિય, હરિજન દલિત, આદિવાસી અને મુસ્લિમ મતબેક. આશરે 20 - 22 વર્ષ પછી પુનઃ આ જ જ્ઞાતિ, જાતિની રાજનીતિનો ભોગ જાણ્યે અજાણ્યે ગુજરાત નો મતદાર બનવાની દિશામાં જઇ રહ્યો છે. ભાજપ નાં ચાણક્ય ગણાતાં અમિતભાઇ શાહે ને ગુજરાત ની સંભવિત ગંભીર સ્થિતીને સમજી લઇ ને જ ભવિષ્ય ની વ્યૂહ રચના ગોઠવી છે. પ્રધાનો ની કેલિબર કે ક્ષમતા કરતા જ્ઞાતિ, જાતિ નું સન્તુલન જાળવવાની કોશિષ કરી છે. નીતિનભાઈ પટેલ ને ઉપ મુખ્ય મંત્રી બનાવી ને પટેલો, 5 કરતા વધુ દલિતો, 3 જેટલાં કોળી પટેલ મંત્રી ઓ અને મુખ્ય મંત્રી પદે સવર્ણ ને બેસાડી ને ચોપાટ ગોઠવી છે. જીતુભાઇ વાઘાણી જેવા યુવા આશાસ્પદ અને સારી પ્રતિભા ધરાવતા ભાવનગરના ધારાસભ્યને ગુજરાત પ્રદેશ ના પ્રમુખ બનાવીને ભાજપના રાજકારણમાં નવા ચેહરાઓ ને નેતૃત્વ આપવાનો અણસાર આપી દીઘો છે. જે થાઈ તેં પણ 2017 ની વિધાનસભા ની ચૂંટણી ગરમા ગરમ બની રહેશે. પણ ભાઈ ગુજરાત ની ફિકર મા ભરૂચ નાં ભુલાય જાય. ઈશ્વરભાઈ જ્યારે મંત્રી બન્યાં ત્યારે ભાઈ તમે અને સાથે આવતાં ઇલેક્શન મા ઉભા રહેનાર સહુ ટિકિટ વાછું સહુ હાલ નાં અને ભવિષ્ય નાં સહુ જીલ્લા ની ફિકર કરે... - ગોલ્ડન બ્રિજ ને સમાંતર બ્રિજ નું કામ જલદી થાય, અને બ્રિજ લોકો ધારે છે વિચારે એવો જલદી થી તૂટે નહીં તેવો સારી ક્વોલિટી વાળો બને તેં જોજો.. - અંકલેશ્વર ભરૂચ ને ગંદકી નાં નરક માંથી છોડવો. ગંદકી કરનારાં ને દંડ કરાવો. - બૌડાને કારણે ઠપ્પ થયેલા મકાન, જમીન નાં પેચીદા પ્રશ્નો ને હલ કરાવો. - ચોમાસા પછી પાછી આપણી માં નર્મદા સૂકાઈ જશે, કાંઇ પણ કરો પણ ઉપર થી પાણી છોડવો અને કોઝ વે કમ વિયર બને તેનુ દબાણ કરો. આપણાં ભાંગ્યા ભાંગ્યા તૌ યે ભરૂચ ની પ્રજા તૌ બિચારી મૂંગી છે.... સહન શક્તિ માં Olympic માં મેડલ લઇ આવે... અને એટ્લે જ તૌ કેટલા યે નસીબનાં બળિયા ભરૂચ નાં રાજકરણ માં જોરથી ચાલે છે....... ------- હરીશ જોષી 12 ઓગષ્ટ 2016

Kailsh Mansarovar - A place of miracles of Nature - GOD

About Mount Kailash and religiou beliefs:
Situated in the south-western part of Tibet bordering the Kumaon hills and Nepal, is Mount Kailash. It is supremely sacred mountain, cosmology connected with Mount Meru, the great mythological mountain that forms the axis of this world system. Being a central watershed of Asia, it has always been the most sacred mountains for Hindus, Buddhists, Jains and Bons.

This region is steeped in religion and mythology and every year hundreds of pilgrims traverse some of the remotest and toughest regions of the Himalayas to pay their obeisance to the Lord. It is a land where Lord Shiva lives with his consort Parvati. According to ancient religious texts, the abode of creator Brahma is called Brahmaloka, the abode of Lord Vishnu is called Vaikunta abd the abode of Lord Shiva is called Kailash. Of the three, one can only go bodily and return in this life from Kailash having experienced divinity." accordng to Dr. Sethumadhava.

865 Kms from Delhi, stand Mount Kailash and Lake Mansarovar constituting one of the grandest of the Himalayan beauty spots. The perpetual snowclad peak of holy Kailas of hoary antiquity and celebrity, the spotless design of nature's art, of most bewitching and overpowering beauty, has a vibration of the supreme order from the spiritual point of view. It seems to stand as an immediate revelation of the Almighty in concrete form, which makes man bend his knees and lower his head in reverence. Its gorgeous silvery summit, resplendent with the luster of spiritual aura, pierces into a heavenly height of 6690 meters (22028 feet) above the level of the sea.

Mount Kailash, Where the Heaven meets the Earth
Kailash and its four faces:
With its four facades facing north, east, south, and west, Mount Kailash looks like an enormous diamond. The mountain is one of the tallest peaks in the Himalayas. Nearby is the source of the Indus, Sutlej, and Brahmaputra Rivers. The source of the Ganges is not far away. On its southern face, a vertical gash crosses horizontal layers, creating the image of a swastika. The word comes from svastika, Sanskrit for well-being and good fortune. Buddhists regard the mountain as a mandala -— the sacred circle from which the sacred rivers flow like the spokes of the eternal wheel.

Each of Mount Kailash's faces reflects different moods. The southern face reflects majesty or splendour; it is fully covered with snow. The western face is enveloped in an aura of compassion and benevolence. The northern face is stark, forbidding and daunting, while the eastern, only visible from a long way off, is mysterious and distant.

Kailash - Spiritual Cente for Jain and Buddhist
Traditional Buddhist cosmology has often connected Kailash with Mount Meru, the great mythological mountain that forms the axis of our world system. As the center of this world system, Mount Meru is often visualized surrounded by the various continents and adorned with the sun and moon and then offered to the buddhas and bodhisattvas as a mandala. In addition to Buddhists, Hindus, Jains and Bon practitioners all hold Mount Kailash to be sacred. Hindus most frequently see the mountain as the abode of Shiva and his divine entourage. A well-known Sanskrit lyrical poem from the fifth century, The Cloud Messenger by Kalidasa, pays tribute to the mountain and its surroundings through a message sent by an exiled denizen of Kailash to his wife via a passing cloud.

The Jains, whose own faith was founded at the time of the Buddha in India, regard Kailash as the place where the first Jain saint gained emancipation. Followers of the Bon tradition in Tibet worship the mountain as the spiritual center of the ancient country of Shangshung and as the place where their founder, Shenrab, descended to the earth from the sky. Because of these and other religious association, Hindu, Buddhist, Jain and Bon ascetics and pilgrims have been drawn to the mountain for thousands of years. Once they arrive they gaze upon it, circumambulate it and sometimes settle down to practice austerities and meditation. The 11th century Tibetan Buddhist saint Milarepa is said to have resided there for 11 years. Padmasambhava is also associated with the mountain, particularly the valley on the western side, where he stayed in a cave.

Kailash and Hinudu:
Hindus view Kailas as the divine dwelling place of God Siva and Goddess Parvati. There, as the Supreme Yogi, naked and smeared with ashes, His matted hair coiled on top of His head, He sits on a tiger skin, steeped in the indescribable bliss of meditation. From His position of aloof splendor on the summit, His third eye blazing with supernatural power and awareness, the lord of the mountain calmly surveys the joys and sorrows, the triumphs and tragedies, the entire play of illusion that make up life in the world below. The power of His meditation destroys the world of illusions that bind people to the painful cycle of death and rebirth. When He rises to dance, He takes on the functions of Brahma and Vishnu and creates and preserves the universe itself.

The [Buddhist] mandala of Demchog on Kailas presents the universe as a circle of mountains, oceans and continents arrayed around a mythical mountain at the very center. This mountain, called Meru by Hindus and Sumeru by Buddhists, plays a pivotal role in Hinduism and Buddhism as the divine axis of the cosmos. According to Hindu mythology, Brahma, the supreme deity in the form of the creator, lives on its summit, surrounded by lesser deities. Meru and Kailas appear as separate mountains in early texts of Buddhist and Hindu mythology, but later tradition has tended to bring them together and identify them as one and the same. Today many Indians and Tibetans view Kailas as the place where the invisible form of Meru breaks through to appear in the physical plane of existence. A pilgrimage to the mountain, therefore, represents for them a journey to the very center of the universe — the cosmic point where everything begins and ends, the divine source of all that exists and has significance. In circling the peak and paying homage to a vision of Siva or Demchog on its shining summit, they make contact with something deep within themselves that links them to the supreme reality underlying and infusing the cosmos itself. For most Hindus and Buddhists of India and Tibet, the journey to Kailas is, in fact, the ultimate pilgrimage, both in terms of the sanctity of its goal and the difficulty of the way.

Some quotes from learned saints:

"In Life, one gets what one deserves and not what one desires and He knows what one deserves - Swami Chinmayananda

Our ancients like Vyasa and great ones of recent times like Kalidasa have described this Kailas as the dear abode of Lord Mahadeva.

The Kailas peak full of dark black rocks with head adorned with glittering white snow stood like a leader amongst the long stretch of black mountains. "My body experienced horripilation and my mind immersed in the ocean of bliss was overcome with joy" - Sri Swami Tapovanam

I started walking slowly with my eyes pinned on to the lovely forehead of the Mount Kailsh. I started walking forward but my eyes, being rooted on the beautiful forehead of the Kailasa Montain, were incapable of looking here and there or even determining the path to be taken - Sri Swami Tapovanam

Srimad Shankaracharya in his Chandrashekara Astaka glorifies the abode of Ishwara - the Holy Mt. Kailash. Even "Yama" the life taker can not touch the devotees who worship Parashiva he claims. This is Kubera's living place also. After his brother Ravana takes control of Lanke and Pushpaka Vimana, Kubera with the blessings from Parameshwara establishes Alakapuri in Kailash and becomes Yaksharaja.

Those who the Veda svara's are referring to, those who are proficient in Vedas, His oneness with Nature, who is GREAT is Maheshwara. When you visit Mt. Kailash - the Abode of LORD Maheshwara you can experience this total truth. We have to become one with Nature to get close to LORD. Mt. Kailash is Shiva and Shiva is Mt. Kailash.

Aham Brahmasmi, Shivaha kevaloham - Chidananda Rupam | Shivoham | Shivoham |

MOUNT KAILASH - the abode of Lord Maheswara