વિશ્વ ની મહાકાય કંપનીઓ અને એના માલિકો જેવા કે એમેઝોન ના Jeff Beroz, આલ્ફાબેટ ના Larry Page અને Serge Brin, ઓરેકલના Larry Ellison અને ઓપન એઆઈના Sam Altman આ બધા જ લાંબા સમય સુધી યુવાન કેમ રહી શકાય તે માટે ભારે ફંડિંગ કરી રહ્યા છે. જો સફળતા મળશે તો જૈવિક ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ મોટો આવિષ્કાર બની રહેશે, તેવું તેમને લાગે છે અને એ થકી વિશ્વના અનેક લોકો આ ટેકનોલોજી તરફ વળી શકે અને એ થતી કમાણી અઢળક થઈ શકે. Amazon ના પ્રણેતાJeff Beroz તેમણે Altos Lab સ્ટાર્ટ અપ માં ખૂબ મોટુ મૂડી રોકાણ કર્યું છે. આ લેબ શરીરના કોષોને સતત સક્રિય રાખવા, વિવિધ રોગોની સામે પ્રતિકારક શક્તિ વધારવા માટેના પ્રયોગો કરશે , આ પ્રયોગોનું પ્રોગ્રામિંગ કરશે અને આ માટે વિશ્વભરના જાણીતા બાયોલોજીકલ વૈજ્ઞાનિકોને જોડવામાં આવ્યા છે. 

Google ની પેરેન્ટ કંપની Alphabet ના સહપ્રણતા Larry Page અને Serge Brin એ 2 Billion યુએસ ડોલર લોન્જેટીવીટી લેબ જે કેલિફોનિયા લાઇફ કંપની તરીકે જાણી છે તેમાં મૂડી રોકાણ કર્યું છે. એનું મુખ્ય મિશન એ છે કે વૃદ્ધત્વ તરફ આગળ વધતી શારીરિક પ્રક્રિયા ઉપર સંશોધન કરવું અને માનવ જાતને ઉપયોગી થાય એવું પરિણામ શોધવું. Open AI ના Sam Altman એ 180 million યુએસ ડોલર એ રેટ્રો બાયો સાયન્સ નામના સ્ટાર્ટ અપ માં રોક્યા છે , એમનું લક્ષ્ય એવું છે કે જીવનનો સ્પાન10 વર્ષ વધારવો આ માટેના ત્રણ ચાર પ્રોગ્રામોમાં કામ ચાલી રહ્યું છે.
આવી જ રીતે Oracle ના Larry Ellison એ પણ મિલિયન્સ ઓફ ડોલર્સ એ ડોનેટ કર્યા છે અને એજિંગની પ્રક્રિયા ઉપરના સંશોધન માટે શરીરની અંદર થતા જુદા જુદા રોગ માટે અને મૃત્યુના કારણોના સંશોધન માટે તેવું કાર્ય કરી રહ્યા છે.
તો આ તરફ આપણા ભારતીયો લાઇફ સ્ટાઇલમાં નિયમિતતા લાવી ને જીવન નાં પાછલા વર્ષો ને યુવાની જેવા તાજા તરબતર બનાવી રહ્યા છે. આ રહ્યા આ જાણીતી હસ્તીઓ.....
જાણીતા ફિલ્મ શ્યામ બેનગલ એ 90 વર્ષની ઉંમરે પહોંચ્યા છે, તેઓ કહે છે કે હું એક સામાન્ય જીવન જીવું છું અને ખુશ રહું છું મારી જીવન જીવવાની શૈલી એકદમ સરળ છે , છ થી આઠ કલાક સૂવું , સ્મોકિંગ અને લીકર ઉપર કંટ્રોલ રાખવો, ખાવામાં ખાસ કાળજી રાખવી આ બધી બાબતોની ખૂબ મોટી અસર તમારી જીવન ઉપર પડતી હોય છે. હું આમ ધારવા કરતા ઘણું વધારે જીવી રહ્યો છું અને મારા મધર એ 96 વર્ષે સુધી જીવ્યા હતા જ્યારે હું ઓલરેડી 90 પર પહોંચ્યો છું. મને એવું લાગે છે કે તમે સક્રિય રહો તો તમે સારું જીવી શકો છો.
જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર ચંદુ બોરડે પણ આ મહિને 90 વર્ષની ઉંમર ક્રોસ કરશે, તેઓ જણાવે છે કે મારો રમવાનો જે શોખ છે એ મે ૯૦ વર્ષે પણ ચાલુ રાખ્યો છે કે હું માત્ર ક્રિકેટ નહીં પણ બીજા બધી નાની-મોટી ગેમ્સ ઇન્ગેડોર ગેમ્સ અને જે મને ફીટ અને સતત સક્રિય રાખે છે. મને સતત તે વાતનો આનંદ રહે છે કે હું ફીટ છું. રોજ 45 મિનિટ સુધી સાઇકલિંગ કરવું, ક્રિકેટની પ્રેક્ટિસ કરવી ગ્રાઉન્ડની અંદર આંટો મારવો. આ બધી હેબિટ્સ એ મને સક્રિય રાખે છે અને એટલા માટે સક્રિય રહો તો યુવાન ની જેમ તાજગી ભર્યા પણ રહેશો. 
જુના જમાનાના એક ફિલ્મ કલાકાર આર્ટિસ્ટ અને હવે એગ્રીકલ્ચર ખેતીના વિજ્ઞાનિક તરીકે જાણીતા હીરો હિંગોરાની લગભગ ૧૦૦ વર્ષ પુરા કરશે .તેઓ સતત જીવનમાં હસતા રહ્યા, એક કોમેડી કલાકાર તરીકે, એક સારા ડાન્સર તરીકે , સતત સક્રિય ભરપુર એનર્જી નુ રહસ્ય ખોલતા જણાવે છે કે હું 1920 થી ઘણા બધા સોંગ જુના જમાના ના આલ્બમ સોંગ્સ અને મ્યુઝિક સાંભળવાનું ચાલુ રાખ્યું છે, પેઇન્ટિંગ પણ મારી રૂચિ રહી છે જેને કારણે મારો ઘણો બધો સમય હકારાત્મક પ્રવૃત્તિઓ માં જાય છે , ખૂબ મઝા આવે છે ઈશ્વરની કૃપા છે કે હું આટલી ઉંમરે પણ કરી શકું છું. મને બ્રાઇટ એટલે ડાર્ક કલરના કપડાં પહેરવાનો ભારે શોખ છે, એટલે દિવસમાં ઘણો બધો સમય મારા કપડાઓને માવજત કરવામાં જાય છે. ઉપરાંત ફ્રેન્ડસ અને ફેમિલી ખૂબ આનંદ આપે છે. ફ્રેન્ડસ તો ઘણા બધા ઓછા થઈ ગયા છે કારણ કે ઘણા બધા ફ્રેન્ડ્સ હવે રહ્યા નથી ઘણા બધા ૭૦-૮૦ ની આજુબાજુ ઈશ્વરને પ્યારા થઈ ગયા છે પરંતુ મારું ફેમીલી બાળ ગોપાળોની સાથે ખૂબ આનંદ કરીએ છે અને સમય વિતાવીએ છીએ રોજ સવારે વોકિંગ કરવું સૂર્યની સામે 10 - 15 મિનિટ બેસવું અને વિડીયો કોલ સગા વાલાઓ સાથે કરતા રહેવુ , ફૂડ હેબિટ સારી ,સમય પ્રમાણે નિયમ બદ્ધ રીતે જીવન શૈલી ને આકાર આપ્યો છે એટલે આટલે સુધી પહોંચ્યો છું. 