ફિકર સારે ભરૂચ કી.....નરેન્દ્ર ભાઈ ને જો નમાવવા હોઇ તો ગુજરાત નાં કિલ્લા પર જ સાચું કે ખોટું આક્રમણ કરવું પડે.
ફિકર સારે ભરૂચ કી.....
નરેન્દ્ર ભાઈ ને જો નમાવવા હોઇ તો ગુજરાત નાં કિલ્લા પર જ સાચું કે ખોટું આક્રમણ કરવું પડે.ગુજરાત નાં રાજકારણ માં ભારે ખળભળાટના એંધાણ નું બયૂગલ ફુંકાયું છે.
(હરીશ જોષી)
આજથી થોડા વર્ષો પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓ માં ભાજપ ને સૌથી વધુ માર સૌરાષ્ટ્રમા પડ્યો હતો, ગુજરાત ની સત્તા ટકાવી રાખવા કાઠીયાવાડ ને પાંખ માં લેવું જરુરી છે. પટેલો ની નારાજગી ને એમાં વળી ઊના ની દલિત ઉત્પિડનની ઘટના એ ગુજરાત નાં રાજકારણ માં ભારે ખળભળાટના એંધાણ નું બયૂગલ ફૂક્યું છે.
નરેન્દ્ર ભાઈ ને જો નમાવવા હોઇ તો ગુજરાત નાં કિલ્લા પર જ સાચું કે ખોટું આક્રમણ કરવું પડે અને એટલે જ રાહુલ બાબા, કેજરીવાલ, શરદ યાદવ થી લઇ ને બધાં જ વિપક્ષઓ એ ઉના ની મુલાકાત લઇ ને રાજકારણી ધર્મ નિભાવ્યો. ગુજરાતમાં કંઇક અંશે ભૂલાયેલું જ્ઞાતિ, જાતિ સમીકરણ પુન: જાગૃત થતાં ગુજરાતની રાજનીતિ આગામી દિવસોમાં નરમ નહીં પણ ગરમાગરમ રહેશે.
પટેલો ને પુનઃ હાર્દિક આડે પાટે ચઢાવશે અને દલિતોને કોંગ્રેસ ટાઈટ રાખશે. ઓબીસી અને ક્ષત્રિય આમેય નારાજ છે. આ બધું જોતાં વષો પહેલાં કૉંગ્રેસ નાં પીઢ નેતા ઝીણા ભાઈ દરજી એ કરેલો સફળ પ્રયોગ યાદ આવી ગયો. નવી યુવા પેઢી ને એનો ખ્યાલ પણ નહીં હોય. " ખામ "એટ્લે ક્ષત્રિય, હરિજન દલિત, આદિવાસી અને મુસ્લિમ મતબેક. આશરે 20 - 22 વર્ષ પછી પુનઃ આ જ જ્ઞાતિ, જાતિની રાજનીતિનો ભોગ જાણ્યે અજાણ્યે ગુજરાત નો મતદાર બનવાની દિશામાં જઇ રહ્યો છે.
ભાજપ નાં ચાણક્ય ગણાતાં અમિતભાઇ શાહે ને ગુજરાત ની સંભવિત ગંભીર સ્થિતીને સમજી લઇ ને જ ભવિષ્ય ની વ્યૂહ રચના ગોઠવી છે. પ્રધાનો ની કેલિબર કે ક્ષમતા કરતા જ્ઞાતિ, જાતિ નું સન્તુલન જાળવવાની કોશિષ કરી છે. નીતિનભાઈ પટેલ ને ઉપ મુખ્ય મંત્રી બનાવી ને પટેલો, 5 કરતા વધુ દલિતો, 3 જેટલાં કોળી પટેલ મંત્રી ઓ અને મુખ્ય મંત્રી પદે સવર્ણ ને બેસાડી ને ચોપાટ ગોઠવી છે. જીતુભાઇ વાઘાણી જેવા યુવા આશાસ્પદ અને સારી પ્રતિભા ધરાવતા ભાવનગરના ધારાસભ્યને ગુજરાત પ્રદેશ ના પ્રમુખ બનાવીને ભાજપના રાજકારણમાં નવા ચેહરાઓ ને નેતૃત્વ આપવાનો અણસાર આપી દીઘો છે.
જે થાઈ તેં પણ 2017 ની વિધાનસભા ની ચૂંટણી ગરમા ગરમ બની રહેશે. પણ ભાઈ ગુજરાત ની ફિકર મા ભરૂચ નાં ભુલાય જાય. ઈશ્વરભાઈ જ્યારે મંત્રી બન્યાં ત્યારે ભાઈ તમે અને સાથે આવતાં ઇલેક્શન મા ઉભા રહેનાર સહુ ટિકિટ વાછું સહુ હાલ નાં અને ભવિષ્ય નાં સહુ જીલ્લા ની ફિકર કરે...
- ગોલ્ડન બ્રિજ ને સમાંતર બ્રિજ નું કામ જલદી થાય, અને બ્રિજ લોકો ધારે છે વિચારે એવો જલદી થી તૂટે નહીં તેવો સારી ક્વોલિટી વાળો બને તેં જોજો..
- અંકલેશ્વર ભરૂચ ને ગંદકી નાં નરક માંથી છોડવો. ગંદકી કરનારાં ને દંડ કરાવો.
- બૌડાને કારણે ઠપ્પ થયેલા મકાન, જમીન નાં પેચીદા પ્રશ્નો ને હલ કરાવો.
- ચોમાસા પછી પાછી આપણી માં નર્મદા સૂકાઈ જશે, કાંઇ પણ કરો પણ ઉપર થી પાણી છોડવો અને કોઝ વે કમ વિયર બને તેનુ દબાણ કરો.
આપણાં ભાંગ્યા ભાંગ્યા તૌ યે ભરૂચ ની પ્રજા તૌ બિચારી મૂંગી છે.... સહન શક્તિ માં Olympic માં મેડલ લઇ આવે... અને એટ્લે જ તૌ કેટલા યે નસીબનાં બળિયા ભરૂચ નાં રાજકરણ માં જોરથી ચાલે છે.......
------- હરીશ જોષી 12 ઓગષ્ટ 2016
